Friday, 4 April 2014

Some selected ones-

बिना लिबास आते है इस जहाँ में,  बस एक कफ़न की खातिर इतना सफ़र करना पड़ता है...!!

सबके कर्ज़े चुका दूं मरने से पहले
ऐसी मेरी नीयत
है ..
:
मौत से पहले तू भी बता दे
ज़िन्दगी तेरी क्या क़ीमत
है .!

"Ek muddat ke baad milne wali thi kaid se Azadi
Par kismat to dekho,
Jab Azadi mili tab Pinjare se pyaar ho chuka tha..."

उसने महबूब ही तो बदला है
फिर ताज्जुब कैसा ???
दुआ कबूल ना हो तो लोग
खुदा तक बदल लेते है !

वादोँ से बंधी जंजीर थी जो तोड दी मैँने, 
अब से जल्दी सोया करेँगेँ मोहब्बत छोड दी मैँने !!

लगता था की उनसे बिछड़गे तो मर जायेगे
कमाल का वहम था.....
कमबक्त ''बुखार तक नहीं हुआ ...

जिंदगी ने कई सवालात बदल डाले
वक़्त ने मेरे हालात बदल डाले
मैं तो आज भी वही हूँ जो मैं कल था
बस मेरे लिये लोगों ने अपने ख़यालात बदल डाले।

इंसानियत ही पहला धर्मं है इंसान का...
फिर पन्ना खुलता है गीता या कुरान का...

कुछ उलझे सवालो से डरता हे दिल
जाने क्यों तन्हाई में बिखरता हे दिल
किसी को पाने कि अब कोई चाहत न रही
बस कुछ अपनों को खोने से डरता हे ये दिल

दो चार नही मुझे फ़कत एक ही दिखा दो...
...वो शख्स जो अंदर से भी बाहर जैसा हो!..

Bin Dard Ke Roya Nahi Jata,
Bin Pyar Ke Rishta Banaya Nhi Jata,
Ek Baat Zindagi Me Yaad Rakhna,
Apni Khushi Ke Liye Kisiko Rulaya Nahi Jata..

कुछ इस तरह से सौदा किया मुझसे वक़्त ने...
तजुर्बे दे कर वो मेरी मासूमियत ले गया..!!

वजह पूछोगे तो उम्र निकल जायेगी

कहा ना अच्छे लगते हो..... तो बस लगते हो

जिस्म का दिल से अगर
वास्ता नहीं होता  !
क़सम खुदा की कोई हादसा नहीं होता !

Wednesday, 1 August 2012

દૂર બળે છે એક દીવો,

ક્યાંક કોઇ "મોહન" અવતર્યો હશે.

      .....................

કોઇ જઈને આજ આખી દુનીયાની  બત્તીઓ બુજાવી દો,
તો અંધકારે આશ્લેષમાં લઈ શકે,
આભ એની ધરતીને
વીનાં સંકોચે.

વિષય "પ્રક્રુતિ અને હું" -લઘુકાવ્યો

જોઇ રહે હ્રદય
આ ગુલાબી-કોરાં આકાશ ભણી
જાણે
બે ખાલીપાં
એક બીજાંને ભરી દેશે હમણાં.
        .....................

એક ગીધ ઉદી રહ્યું આભ માં મુક્તપણે
જોઇને મુજને..
લાગ્યું મ્રુત્યુ હોવું જોઇએ નજીક !

        .....................

શબ્દોનું શોષણ અસહ્ય થયું હવે,
સ્પર્શએ સંવેદના કેરો ચહે,
લાગની ની લજ્જા માં નથી વેહવું હવે.

        .....................

સફાઇ થી કર્યું એણે કામ સઘળું
કે રહી ન જાય કોઇ પુરાવા
આંખો પણ બંધ કરીને ગયાં છેલ્લે "ઇશ્ક"
કે આંસુ પણ ના રહે દર્દ વહાવા..

        .....................


એ  હર પળ એનાં રંગો બદલે છે,
પણ મારી ચાહત કદી બદલતી નથી.
એની દરેક અદામાં મને સ્વ્તંત્રતાનો ભાસ થાય છે,
કેમકે એ આભ અને હું પક્ષી હોવાની મર્યાદા ભુલતાં નથી.

        .....................

આજ  સાંજની રાહ જોતો સુરજ ઢળી ગયો
કોઇની જિંદગીની સંધ્યા સ્પર્શી ગઇ એને.

        .....................


Wednesday, 27 June 2012

Gubbare...!

 
a beautiful colorful baloon song! awsome movie... great music.. superb lyrics..

JSR Madhukar...

 
violin piece superb...nice devotional chants...

Wednesday, 13 June 2012

પિતા.... એક વહાલાં પપ્પા વિશે....

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.
      કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.
આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
      પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે
આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે . તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
       રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ? નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ફાટ વળી ને ખેતી કામ કરતા પણ મેં જોયેલા છે અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને ...
       બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
       પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
       પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.
       ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે,
પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
       કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
        બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
        દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
        કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.
        પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
        દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?