Tuesday, 3 April 2012

વહાંલાં ભાઇ દ્વારકેશ ને....

Dedication to 

a versatile personality...

Creative Media person...

Director..actor..singer..

Dwarkesh Punjani

True said

- Director with dreams to Fly High...

May all your wishes come true..

May you conquer the world..

કોઇ એક સવારે

ક્યારેક એમ થાય કે જિંદગી કેટલી નીરર્થક છે? જન્મવા થી મરવા વચ્ચે નાં સમયમાં કશૂંક કરી ને સમય પસાર કરવા માટે સંબંધ, પૈસા, સમાજની અઘરી રમતો રમવાની..જાણે કોઇ ફિલ્મનાં ઇન્ટરવલમાં ટાઇમપાસ માટે આમ-તેમ આંટા મારવા કરતાં પોપકોર્ન ખાતાં વીકોની એડ ફીલ્મ જોવાં જેવું!
                જનમ્યાં ત્યારે દોઢ વેંતની કાયા લોહી-હાડ-માંસ ને શ્ર્વાશ  "માં" પાસે થી ઉધાર લઇને આવ્યાં હોઇએ. મરીયે ત્યારે તો એ હાડમાંસ ની ભૂકી પણ ધરતી પર મૂકી જવાની..ને ખબર નહીં ક્યાં જવાનું?? જવાનું કે નહીં જવાનું એ પણ ખબર નથી.. તત્યાં સાથે તો શું આવશે કે નહીં ની તો કલપ્નાઓ જ માત્ર!
                યાંત્રીક રીતે જીવાતું જીવન..કમાવા અને વધૂ કમાવા માટે ની દોડ..બધાં જોડાય તેથી જોડાઇ જવાનૂં એક હરીફાઇ માં જેનું લક્ષ્ય જ અસ્પષ્ટ હોય.. "આત્મસંતોષ" નામ આપી ને એક ખોખલી નીચ માનસીક્તાને સારું લેબલ લગાડવાનું..
                અને જે વ્યક્તિ આ બધું ન પચાવી શકે એને પણ યાત્રીક બનવા માટે નો પરોક્ષ આગ્રહ! એવાં કેટલાંય હશે જેને થાતું હશેકે કોઇ ક્ષણ તો સવાર થાશે..જ્યારે ઉઠતાંવેંત બધું સમજાઇ જાશે કે "શું છે આ બધું? આખરે શેનાં માટે?" - અને એજ આશમાં જીવ્યે જવાય છે.