Wednesday, 1 August 2012

દૂર બળે છે એક દીવો,

ક્યાંક કોઇ "મોહન" અવતર્યો હશે.

      .....................

કોઇ જઈને આજ આખી દુનીયાની  બત્તીઓ બુજાવી દો,
તો અંધકારે આશ્લેષમાં લઈ શકે,
આભ એની ધરતીને
વીનાં સંકોચે.

વિષય "પ્રક્રુતિ અને હું" -લઘુકાવ્યો

જોઇ રહે હ્રદય
આ ગુલાબી-કોરાં આકાશ ભણી
જાણે
બે ખાલીપાં
એક બીજાંને ભરી દેશે હમણાં.
        .....................

એક ગીધ ઉદી રહ્યું આભ માં મુક્તપણે
જોઇને મુજને..
લાગ્યું મ્રુત્યુ હોવું જોઇએ નજીક !

        .....................

શબ્દોનું શોષણ અસહ્ય થયું હવે,
સ્પર્શએ સંવેદના કેરો ચહે,
લાગની ની લજ્જા માં નથી વેહવું હવે.

        .....................

સફાઇ થી કર્યું એણે કામ સઘળું
કે રહી ન જાય કોઇ પુરાવા
આંખો પણ બંધ કરીને ગયાં છેલ્લે "ઇશ્ક"
કે આંસુ પણ ના રહે દર્દ વહાવા..

        .....................


એ  હર પળ એનાં રંગો બદલે છે,
પણ મારી ચાહત કદી બદલતી નથી.
એની દરેક અદામાં મને સ્વ્તંત્રતાનો ભાસ થાય છે,
કેમકે એ આભ અને હું પક્ષી હોવાની મર્યાદા ભુલતાં નથી.

        .....................

આજ  સાંજની રાહ જોતો સુરજ ઢળી ગયો
કોઇની જિંદગીની સંધ્યા સ્પર્શી ગઇ એને.

        .....................