જોઇ રહે હ્રદય
આ ગુલાબી-કોરાં આકાશ ભણી
જાણે
બે ખાલીપાં
એક બીજાંને ભરી દેશે હમણાં.
.....................
એક ગીધ ઉદી રહ્યું આભ માં મુક્તપણે
જોઇને મુજને..
લાગ્યું મ્રુત્યુ હોવું જોઇએ નજીક !
.....................
શબ્દોનું શોષણ અસહ્ય થયું હવે,
સ્પર્શએ સંવેદના કેરો ચહે,
લાગની ની લજ્જા માં નથી વેહવું હવે.
સફાઇ થી કર્યું એણે કામ સઘળું
કે રહી ન જાય કોઇ પુરાવા
આંખો પણ બંધ કરીને ગયાં છેલ્લે "ઇશ્ક"
કે આંસુ પણ ના રહે દર્દ વહાવા..
એ હર પળ એનાં રંગો બદલે છે,
પણ મારી ચાહત કદી બદલતી નથી.
એની દરેક અદામાં મને સ્વ્તંત્રતાનો ભાસ થાય છે,
કેમકે એ આભ અને હું પક્ષી હોવાની મર્યાદા ભુલતાં નથી.
.....................
આજ સાંજની રાહ જોતો સુરજ ઢળી ગયો
કોઇની જિંદગીની સંધ્યા સ્પર્શી ગઇ એને.
.....................
